Si Ad Code 6

રાજ્યની સરકારી શાળાઓમાં ૮૫૨૯ શિક્ષકો ની ઘટ :શિક્ષાદિનની ઉજવણી ત્યારે લેખે લાગે જ્યારે ગ્રામીણ ગુજરાતમાં જાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગુરુજન આપવાનું કામ થાય.

રાજયમાં શિક્ષકોની જિલ્લા શિક્ષણ સમિતિની ધોરણ ૧ થી ૫ ની શાળાઓમાં ૨ , પ ૨ ૧ જગ્યાઓ તથા ધોરણ ૬ થી ૮ ની શાળાઓમાં ૪,૮૫૫ જગ્યાઓ તેમજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ધોરણ ૧ થી ૫ ની શાળાઓમાં ૭૭૦ જગ્યાઓ તથા ધોરણ ૬ થી ટની શાળાઓમાં ૩૮૩ જગ્યાઓ એમ કુલ મળીને રાજયમાં સર કારી ધોરણ ૧ થી ૫ ની શાળાઓમાં ૩,૨૯૧ શિક્ષકોની તથા ધોરણ ૬ થી ૮ ની શાળાઓમાં ૫,૨૩૮ શિક્ષકોની ઘટ છે.

ગુરુજનો વિના સરકારી શાળાઓમાં શિક્ષણની હાલત કેવી હોય તે કલ્પી શકાય છે . જિલ્લા શિક્ષણ સમિતિની વાત કરીએ તો ધોરણ ૧ થી પમાં સૌથી વધુ ૩૬૦ શિક્ષકોની ખાલી જગ્યા મોરબી જિલ્લામાં અને બીજા નંબરે ૩૩૩ ખાલી જગ્યા બનાસકાંઠા જિલ્લામાં છે.

જિલ્લા શિક્ષણ સમિતિની ધોરણ ૬ થી ૮ ની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સૌથી વધુ ૧,૨૧૯ શિક્ષકોની ૧ ટ કચ્છ જિલ્લામાં તથા બીજા નંબરે ૫૦૭ શિક્ષકોની ઘટ દ્વાર શ્ર જિલ્લામાં છે . જયારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ધોરણ ૧ થી ૫ ની શાળાઓમાં સૌથી વધુ ૪૨૯ શિક્ષકોની ઘટ સુરતમાં અને ધોરણ ૬ થી ૮ ની શાળાઓમાં પણ સૌથી વધુ ૨૯૩ શિક્ષકોની ઘટ સુરતમાં છે .

અમદાવાદ જિલ્લામાં ધોરણ ૧ થી ૫ ની શાળાઓમાં ૨૧ શિક્ષકોની અને ધોરણ ૬ થી ૮ ની શાળાઓમાં ૩૬૦ શિક્ષકોની તેમજ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ધોરણ ૧ થી ૫ ની શાળાઓમાં ૧૫૨ શિક્ષકોની ઘટ છે . રાજ્યમાં શિક્ષકોની ઘટ સાથે ઇન્ફાર કચર્સની પણ મોટાપાયે કમી છે .



રાજયના ૩૩ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૭,૪૧૭ ઓરડા ઓછા છે , જેમાં કમનસીબી એ છે. રાજયના સૌથી પછાત દાહોદ જિલ્લામાં જ ૨,૦૮૨ ઓરડાઓ છે. બીજા નંબરે પંચમહાલ જિલ્લામાં ૯૫૭ ઓરડાની ઘટ છે . જ્યારે અમદાવાદ જિલ્લામાં ૪૧૭ ઓરડાની ઘટ છે .

Si Ad Code 5